VIDEO: સાવરકુંડલા પૂર: શેત્રુંજી-શેલ નદીના પૂરમાં ધોવાયેલા રસ્તાઓનું તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ
સોર્સ : gstv
અમરેલીના સાવરકુંડલામાં ગત 5 અને 6 જુલાઈએ પડેલા ભારે વરસાદ અને શેત્રુંજી તેમજ શેલ નદીમાં આવેલા પૂરને ધોવાઈ ગયેલા રસ્તાઓના સમારકામની કામગીરી તંત્રએ શરૂ કરી છે..શેત્રુંજી નદીમાં આવેલા પૂરના કારણે નેસડી, કરજાળા, જીરા અને કેરાળા સહિતના અનેક ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જિલ્લા પંચાયત હસ્તકના અંદાજિત 22 રસ્તાઓને વ્યાપક નુકસાન થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને 6 રસ્તા સંપૂર્ણ બંધ થઈ ગયા હતા. જોકે માર્ગ અને મકાન પંચાયત વિભાગે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. જેસીબી, હિટાચી, ટ્રેક્ટર અને મજૂરોની મદદથી માટી ભરાવીને મોટાભાગના રસ્તાઓનું સમારકામ કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે. હાલ બાકી રહેલા માત્ર 2 રસ્તાઓ પર પણ મરામત ચાલુ છે.

