VIDEO: જગન્નાથ રથયાત્રામાં આરએસએસની માનવસાંકળ
સોર્સ : gstv
ઓડિશાના પુરીમાં યોજાયેલી વાર્ષિક જગન્નાથ રથયાત્રા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડ વચ્ચે કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સ્વયંસેવકોએ એક સમર્પિત 'એમ્બ્યુલન્સ કોરિડોર' બનાવ્યો હતો. સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, સ્વયંસેવકોએ રસ્તાની બંને બાજુએ શિસ્તબદ્ધ રીતે માનવસાંકળ બનાવીને રસ્તો ખુલ્લો રાખ્યો હતો, જેથી ભીડમાં કોઈ ભક્તની તબિયત લથડે તો એમ્બ્યુલન્સ કોઈપણ અડચણ વિના તબીબી કેમ્પ સુધી સરળતાથી પહોંચી શકે. અતિશય ગરમી અને બફારા વચ્ચે દર્દીઓને ઝડપી તબીબી સહાય પહોંચાડવાના આરએસએસના આ સરાહનીય સેવા કાર્યની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.

