VIDEO: Dahod / રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા આગળ વધી
સોર્સ : gstv
દાહોદમાં આજે 19મી જગન્નાથજીની રથયાત્રાનો ભવ્ય શુભારંભ થયો છે. હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિરથી સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર અને એસપી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ સાથે આ ભવ્ય યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં નગરચર્યાએ નીકળ્યા છે, જેમનું ઠેર-ઠેર નગરજનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. યાત્રામાં આકર્ષક નૃત્ય મંડળીઓ, ભજન મંડળીઓ અને અખાડાના કલાકારો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, તો બીજી તરફ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા અને પ્રસાદીના સ્ટોલ લગાવાયા છે. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા આગળ વધી રહી છે.

