VIDEO: Dahod / બોરિયાળા ગામમાં લાગી ભીષણ આગ; એકસાથે 5 મકાનો બળીને ખાખ, પશુઓના કરુણ મોત
સોર્સ : GSTV
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરિયાળા ગામમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ગામમાં એક સાથે પાંચ મકાનોમાં આગ ભભૂકી ઊઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગમાં પાંચ મકાનો સાથે ઘરવખરીનો સામાન સંપૂર્ણ બળી ખાખ થયો છે. ઉપરાંત આગની ચપેટમાં આવી ચાર બકરા, એક ગાય અને ત્રણ વાછરડાના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બે મોટરસાયકલ પણ આગમાં બળી ગઈ છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.

