VIDEO: ઈડરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળી
સોર્સ : gstv
સાબરકાંઠાના ઐતિહાસિક ઇડર શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૨૮મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક નીકળી હતી. જેમાં ઇડર ગઢ ખાતે ભક્તિ અને કોમી એકતાનો અદભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મોટા રામધ્વારા મંદિરથી શરૂ થયેલી નગરના નાથની આ રથયાત્રાને ધારાસભ્ય રમણલાલ વોરાએ પહિંદ વિધિ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આશરે પાંચ કિલોમીટર લાંબા નિર્ધારિત રૂટ પર જ્યારે રથયાત્રા મુસ્લિમ બહુલ વિસ્તારોમાંથી પસાર થઈ, ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા ભગવાનનું ઉષ્માભર્યું સ્વાગત કરીને હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની વર્ષો જૂની પરંપરાને વધુ મજબૂત કરવામાં આવી હતી. ઇડર નગરપાલિકા, રથયાત્રા સમિતિ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તના કારણે સમગ્ર રથયાત્રા અત્યંત ભક્તિમય અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

