VIDEO: ઈડરમાં વસ્તી ગણતરીની તૈયારીઓને પગલે શિક્ષકો માટે તાલીમ શિબિરનો પ્રારંભ, 9 જુદી જુદી બેચમાં અપાશે ટ્રેનિંગ
સોર્સ : gstv
સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં આગામી વસ્તી ગણતરીની તૈયારીઓના ભાગરૂપે આજથી શિક્ષકો માટેની તાલીમ શિબિરનો પ્રારંભ થયો છે. સાબરકાંઠાના ઈડર ખાતેની સાયન્સ કોલેજમાં આયોજિત આ શિબિરમાં પ્રથમ તબક્કે 150થી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી, જ્યારે આગામી છ દિવસમાં કુલ 450થી વધુ શિક્ષકોને નવ અલગ અલગ બેચમાં પાયારૂપ ટ્રેનિંગ અપાશે.
આ તાલીમ દરમિયાન વસ્તી ગણતરીના બદલાયેલા નીતિનિયમો, પ્રશ્નાવલીની વિગતો અને ક્ષેત્ર કાર્ય દરમિયાન આવતી સમસ્યાઓના સમાધાન અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે વસ્તી ગણતરી દરમિયાન એક પણ નાગરિકની માહિતી બાકી ન રહી જાય અને સંપૂર્ણ પ્રક્રિયા નિયમોનુસાર ચોકસાઈપૂર્વક પૂર્ણ થાય.

