VIDEO/ સાબરકાંઠાના બટાકા પકવતા ખેડૂતો પાયમાલ: કંપનીઓએ માલ ઉપાડી લીધો પણ પેમેન્ટમાં ઠાગાઠૈયા
સોર્સ : gstv
સાબરકાંઠા: ઉત્તર ગુજરાતનું બટાકા હબ ગણાતું સાબરકાંઠા આજે ખેડૂતોની આંખમાં આંસુ જોઈ રહ્યું છે. જિલ્લાના અનેક ખેડૂતોએ ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ રવિ સીઝન પૂર્ણ થયા બાદ પણ કંપનીઓ પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાતલ્લા કરી રહી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીઓએ ખેતરમાંથી બટાકાનો જથ્થો તો ઉપાડી લીધો છે, પરંતુ કરાર મુજબ સમયસર નાણાં ચૂકવવામાં આવ્યા નથી. હાલ લગ્ન પ્રસંગો અને બાળકોના એડમિશનના સમયે જ ખેડૂતો આર્થિક કટોકટીમાં ફસાયા છે. વારંવારની રજૂઆતો છતાં કંપનીઓ માત્ર વાયદાઓ જ આપી રહી છે. મોંઘા બિયારણ અને ખાતરના દેવા નીચે દબાયેલો ખેડૂત હવે ન્યાય માટે તંત્ર સામે મીટ માંડીને બેઠો છે.

