VIDEO/ Sabarkantha: જમીનનું વળતર ન મળતા ખેડૂતોએ બ્રિજ પાસે કરી તારની વાડ
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારીનો અનોખો મામલો સામે આવ્યો છે. હિંમતનગરના ધાણધા થી બલવંતપુરા જોડતા હાથમતી નદી પર 18 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું 97 ટકા કામ પૂર્ણ થયા બાદ ખેડૂતોએ પ્રવેશ માર્ગ તારની વાડથી બંધ કરી દીધો. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનનું વળતર મળ્યું નથી અને રસ્તાની દિશા બદલાઈ છે. વિભાગ અને નગરપાલિકા એકબીજા પર દોષારોપણ કરતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

