Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rs 2.33 crore electricity bill! Seeing the amount, the senses of the youth living in the common street flew away

રૂ.2.33 કરોડનું વીજળી બિલ! રકમ જોઈ સામાન્ય ગલીમાં રહેતા પરિવારના ઊડ્યાં હોશ

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
રૂ.2.33 કરોડનું વીજળી બિલ! રકમ જોઈ સામાન્ય ગલીમાં રહેતા પરિવારના ઊડ્યાં હોશ
સોર્સ : gstv

પટના, 1 ઓક્ટોબર 2026: બિહારની રાજધાની પટનામાં વીજળી વિભાગની બિલિંગ વ્યવસ્થા (Billing System) સાથે જોડાયેલો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સામાન્ય ઘરેલું વીજ ગ્રાહકના ખાતામાં એક મહિનાનું બિલ અચાનક રૂ.2 કરોડ 33 લાખથી વધુ દર્શાવાતા પરિવારના હોશ ઉડી ગયા હતા. કરોડોની રકમ જોઈને ગ્રાહકની તબિયત પણ બગડી ગઈ હતી. જોકે, ફરિયાદ બાદ વીજ વિભાગે બિલમાં થયેલી ભૂલ સુધારી દેતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

App Store

મોબાઇલમાં બિલની રકમ જોઈને આઘાત

આ મામલો પટનાના અલમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુલઝારબાગ સ્થિત જય હિન્દ ગલીનો છે. અહીં રહેતા ઘરેલું વીજ ગ્રાહક કૃષ્ણ પ્રસાદ સિંહે 30 સપ્ટેમ્બર 2026ના રોજ પોતાના વીજ ખાતાની વિગતો તપાસી હતી.

મોબાઇલ પર વીજળી બિલની રકમ જોઈને તેઓ ચોંકી ગયા હતા. તેમના ખાતામાં રૂ.2,33,24,112ની રકમ દેખાઈ રહી હતી. ઘરેલું વીજ જોડાણ ધરાવતા વ્યક્તિના ખાતામાં અચાનક આટલી મોટી રકમ કેવી રીતે આવી તે તેમને સમજાયું નહોતું.

અગાઉ ખાતામાં માત્ર 206 રૂપિયા હતા

કૃષ્ણ પ્રસાદ સિંહના જણાવ્યા મુજબ, અગાઉ તેમના મોબાઇલમાં વીજળી ખાતા સાથે સંબંધિત માત્ર 206 રૂપિયાની રકમ દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ અચાનક ખાતામાં કરોડો રૂપિયાનું બિલ જોઈને તેઓ ભારે ગભરાઈ ગયા હતા.

તેમનું કહેવું છે કે ઘરેલું વીજ જોડાણ માટે આટલી મોટી રકમનું બિલ આવવું સ્વાભાવિક રીતે જ ચિંતાજનક હતું. બિલની રકમ જોઈને તેઓ અચાનક પડી ગયા હતા.

કરોડો રૂપિયાનું બિલ જોઈને કૃષ્ણ પ્રસાદ સિંહની તબિયત લથડી હતી. તેઓ અચાનક નીચે પડી જતાં પરિવારજનોએ તેમને સંભાળ્યા હતા. પરિવારના સભ્યોએ પાણીના છાંટા મારીને તેમને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ દવા પણ આપી હતી.

આ ઘટનાને કારણે પરિવાર થોડા સમય માટે ભારે ચિંતામાં મુકાઈ ગયો હતો. સામાન્ય ઘરેલું ગ્રાહકના ખાતામાં કરોડો રૂપિયાનું બિલ દેખાવાથી પરિવાર માટે આ મોટો આઘાત હતો.

વીજ વિભાગમાં ફરિયાદ કર્યા બાદ સુધારો

મામલો ગંભીર લાગતાં કૃષ્ણ પ્રસાદ સિંહે પોતાના પુત્રને વીજ વિભાગની કચેરીએ મોકલ્યો હતો. ત્યાં અધિકારીના કર્મચારીએ બિલમાં ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું અને તેને સુધારવાની ખાતરી આપી હતી.

વીજ વિભાગે ત્યારબાદ ગ્રાહકના ખાતામાં રહેલી ખોટી રકમ સુધારી હતી. સુધારા બાદ હવે ખાતામાં 333 રૂપિયા અને 45 પૈસાનું બેલેન્સ દર્શાવવામાં આવી રહ્યું છે.

બિલિંગ વ્યવસ્થા સામે સવાલ

આ ઘટનાએ વીજળી બિલ બનાવવાની અને ગ્રાહકોના ખાતામાં રકમ નોંધવાની પ્રક્રિયા (Billing Process) અંગે સવાલો ઊભા કર્યા છે. એક સામાન્ય ગ્રાહકના ખાતામાં અચાનક કરોડો રૂપિયાનું બિલ દેખાવું ગંભીર ગડબડ હોવાનું ગ્રાહકનું કહેવું છે.

જોકે વીજ વિભાગે ભૂલ સુધારી દીધી છે, પરંતુ ભવિષ્યમાં આવી ઘટના અન્ય ગ્રાહકો સાથે ન બને તે માટે બિલિંગ વ્યવસ્થાની યોગ્ય તપાસ અને ચકાસણી જરૂરી બની છે. કરોડો રૂપિયાનું ખોટું બિલ થોડા સમય માટે પણ ગ્રાહક અને તેના પરિવારને ભારે માનસિક તણાવમાં મૂકી શકે છે.