VIDEO: રૂપકુમારી ચૌધરીએ બીજેપી મહિલા મોરચાનો પદભાર સંભાળ્યો
સોર્સ : gstv
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જાહેર કરાયેલી નવી ટીમના ભાગરૂપે સંસદસભ્ય રૂપકુમારી ચૌધરીએ બીજેપી મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો હતો . દિલ્હી સ્થિત પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય ખાતે તેમણે શક્તિપ્રદર્શન અને વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આ જવાબદારી સ્વીકારી હતી. પદભાર સંભાળ્યા બાદ તેમણે દેશભરમાં મહિલાઓના અધિકારો, સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ અંગે અવાજ ઉઠાવવાની સાથે સંગઠનને વધુ મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી નેતૃત્વનો આભાર માનતા આગામી ચૂંટણીઓમાં મહિલા મોરચાની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી

