VIDEO: "EVM હેક કરીને ચૂંટણી લૂંટી લીધી!" મમતા બેનર્જીનો કેન્દ્રીય ગૃહમંત્રી પર સૌથી મોટો ધડાકો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી પર પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ગંભીર ગેરરીતિઓ આચરીને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો સીધો અને સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
મમતા બેનર્જીએ કેન્દ્રની નીતિઓ અને ચૂંટણી પદ્ધતિ પર આકરા સવાલો ઉઠાવતાં જણાવ્યું કે, "મતદાર યાદી (SIR)માંથી નામો હટાવવાથી લઈને જનતાને તેમના અધિકારોથી વંચિત રાખવા અને ડરાવવા-ધમકાવવાનું કામ કરવામાં આવ્યું. EVM મશીનો સાથે છેડછાડ કરવામાં આવી, મત ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી અને કેન્દ્રીય સુરક્ષા દળોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ હથકંડા અપનાવીને કેન્દ્રીય ગૃહમંત્રીએ બંગાળ વિધાનસભા ચૂંટણીને લૂંટી લીધી હતી."
તેમણે ભાજપ પર બંગાળની ઓળખ અને અસ્તિત્વને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવતાં ઉમેર્યું હતું કે, "ભાજપના શાસન હેઠળ આજે બંગાળનું અસ્તિત્વ ધૂળમાં રગદોળાઈ રહ્યું છે."
કેન્દ્રીય એજન્સીઓ, EVM અને ચૂંટણી પ્રક્રિયાને લઈને મમતા બેનર્જીના આ આક્રમક નિવેદનથી પશ્ચિમ બંગાળ સહિત રાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મોટું રાજકીય ઘમાસાણ છેડાઈ ગયું છે.

