VIDEO: મંદાકિની નદીમાં જળસ્તર વધતા સતર્કતા
સોર્સ : gstv
મધ્યપ્રદેશના સતનામાં મંદાકિની નદીનું જળસ્તર વધતા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. નદીના વધતા પાણીના પગલે સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમો સતત નજર રાખી રહી છે. પોલીસ દ્વારા લોકોને નદીમાં ન ઉતરવા અને પાણીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. તેમજ નદી કિનારે અથવા જોખમી વિસ્તારોમાં રહેલા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. મંદાકિની નદી પર આવેલા ગામને જોડતા પુલ નજીક પણ પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પાણીના વધતા પ્રવાહને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. નદી અને પુલના દ્રશ્યોમાં પાણીનું વધેલું સ્તર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

