Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Floods of Mandakini River in Chitrakoot have left everyone traumatized: CM Mohan Yadav visits flood victims

VIDEO: ચિત્રકૂટમાં મંદાકિની નદીના પૂરથી સર્વત્ર ત્રાહિમામ: મુખ્યમંત્રી મોહન યાદવે પૂરગ્રસ્તોની મુલાકાત લીધી

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં મુશળધાર વરસાદને કારણે મંદાકિની અને સેમરાવલ નદીઓના પાણીના સ્તરમાં અણધાર્યો વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલા ભયાનક પૂરે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પૂરનું પાણી અનેક ઘરોમાં ફરી વળતા ઘરવખરી અને સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, દિવસ દરમિયાન પાણીનું સ્તર ઓછું થતાં રાહત ફેલાઈ છે….પરસ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે ચિત્રકૂટના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નાગરિકોને રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પ્રભાવિત પરિવારોને સલામત રીતે તેમના ઘરોમાં પરત લાવવાની છે અને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે.

App Store