Video: ગાંધી પરિવારના નવા રહસ્યોનો ખુલાસો

VO-1
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ ત્રણેય તાજેતરમાં આવેલી સોનિયા ગાંધીની નવી પુસ્તકના અલગ-અલગ પ્રકરણો પર ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સોનિયા ગાંધીની પુસ્તકની કવર ઈમેજ, ઈમરજન્સી પછીની સ્થિતિ અને અનેક પ્રકારના જૂના કિસ્સાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ઈમરજન્સી પછીના સમયનો ઉલ્લેખ કરતા પ્રિયંકા ગાંધી કહે છે કે જ્યારે દાદી ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયાં, ત્યારે અમે એક બીજા ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા. તે સમયે વાતાવરણમાં ઘણો તણાવ હતો. આ દરમિયાન મને યાદ છે કે એક નાનો છોકરો મારી પાસે આવ્યો અને બોલ્યો તારા કાકા જેલમાં છે, તારા કાકા ચોર છે.' મેં તેને એક લાફો મારી દીધો અને અમે ત્યાંથી ચાલ્યા ગયા.
VO-2
વીડિયો પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે પિતા રાજીવ ગાંધીની સુરક્ષા પાછી ખેંચવા પાછળ એક ખાસ હેતુ હતો. આ વાતનો ઉલ્લેખ સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા બિલોંગીગ, અ જર્નિ ઓફ લવમાં પણ કર્યો છે. સોનિયાએ પુસ્તકમાં લખ્યું છે કે વડાપ્રધાન પદ પરથી હટ્યા બાદ પણ રાજીવ ગાંધીના જીવને ખતરો હતો. ડિસેમ્બર 1990માં સરકારી સમિતિએ નિર્ણય લીધો હતો કે રાજીવ માટે SPG સુરક્ષા ચાલુ રહેવી જોઈએ. પરંતુ તેના બીજા જ મહિને વી.પી. સિંહ સરકારે SPG સુરક્ષા હટાવી લીધી હતી અને જવાબદારી પોલીસને આપી દેવાઈ. તેના બીજા જ વર્ષે 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી.
VO-3
સોનિયાના પુસ્તકની કવર ફોટો કેવી રીતે પસંદ કરાઈ તે અંગે પણ આ વીડિયોમાં વાત છે..નવી પુસ્તકની કવર ઈમેજ અંગે રાહુલના સવાલ પર સોનિયા ગાંધીએ જણાવ્યું કે આ કવર ફોટો એટલા માટે પસંદ કરાઈ કારણ કે આ તસવીર રાજીવ ગાંધીએ ખેંચી હતી. રાજીવે પોતાના પિતાને સોનિયા ગાંધીની આ જ તસવીર બતાવી લગ્નની વાત કરી હતી. રાહુલ ગાંધીના વીડિયોને શેર કરતા સોનિયા ગાંધીએ લખ્યું, મેં આ પુસ્તક મારી યાદોના આધારે લખી છે. રાહુલ અને પ્રિયંકાએ તેમાં પોતાની યાદો ઉમેરી, જેનાથી આ વાર્તાઓમાં એક નવો પ્રાણ આવી ગયો. સોનિયા ગાંધીએ કહ્યુ કે મારા બાળકો મારી સૌથી મોટી ખુશી અને મારી તાકાત છે.















