Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Relief to Rajpal Yadav from Supreme Court in cheque bounce case

VIDEO: ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટથી રાહત

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી હાલ પૂરતી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને બે કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરવા માટે બે અઠવાડિયાની મુદત આપી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરતાં કહ્યું કે રાજપાલ ફિલ્મોમાં ખૂબ સારી એક્ટિંગ કરે છે અને આશા છે કે કોર્ટમાં તેઓ આવું નહીં કરે. કોર્ટે આગામી સુનાવણી માટે 5 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે અને રાજપાલ યાદવને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ મામલો મરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા ચેક બાઉન્સ કેસનો છે. રાજપાલે ‘અતા પતા લાપતા’ ફિલ્મ બનાવવા માટે પાંચ કરોડ રૂપિયાનું કર્જ લીધું હતું, પરંતુ ફિલ્મ નિષ્ફળ જતા તેમને મોટું આર્થિક નુકસાન થયું હતું.

App Store