VIDEO: ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલ અને શૈક્ષણિક સંસ્થાઓના રસોડાનું ચેકિંગ
સોર્સ : gstv
સુરતની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ વડોદરામાં પણ ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલ અને શૈક્ષણિક સંસ્થાઓના રસોડાનું ચેકિંગ શરૂ કરાયું છે. ફૂડ વિભાગની ટીમે સમરસ હોસ્ટેલ અને એમ.એસ. યુનિવર્સિટીના એચ.એમ. હોલ ખાતે ભોજન તેમજ રસોડાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ચેકિંગ દરમિયાન ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમો અંગે તપાસ કરવામાં આવી હતી. સમરસ હોસ્ટેલ ખાતે નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે જરૂરી સુધારા કરવા માટે શેડ્યૂલ-4ની નોટિસ આપવામાં આવી છે. જોકે, ચેકિંગ દરમિયાન કોઈ મોટી કે ગંભીર ક્ષતિ મળી આવી નથી.

