Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Relief from heavy rains in Chandigarh

VIDEO: ચંદીગઢમાં ધોધમાર વરસાદથી રાહત

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને તેની આસપાસના ટ્રાયસિટી વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમી બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. કાળાડિબાંગ વાદળોની ગર્જના અને તેજ પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. સામે આવેલા દ્રશ્યોમાં મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પાણીથી તરબતર થયેલા અને વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો વરસાદી વાતાવરણનો આનંદ માણતા નજરે પડે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ચંદીગઢ, પંજાબ અને હરિયાણામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

App Store