VIDEO: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં રજનીકાંતે કર્યું મતદાન, સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહીને બજાવી ફરજ
સોર્સ : GSTV
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં મતદાન માટે સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈના સ્ટેલા મેરિસ કોલેજ ખાતેના બૂથ નંબર 237 પર પહોંચીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રજનીકાંતે સવારે વહેલા પહોંચીને સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું હતું અને ત્યારબાદ પોતાની શાહીવાળી આંગળી બતાવીને લોકોને લોકશાહીના આ પર્વમાં સામેલ થવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમની એક ઝલક મેળવવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેને જોતા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

