રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: વસુંધરાના ગઢમાં ભાજપનો સફાયો, ઝાલાવાડ નગર પરિષદમાં કોંગ્રેસની જીત

રાજસ્થાન સ્થાનિક ચૂંટણી 2026ના પરિણામોમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગઢ ગણાતા ઝાલાવાડમાં મોટો આંચકો લાગ્યો છે. દાયકાઓથી રાજે પરિવારનો અભેદ્ય કિલ્લો મનાતા ઝાલાવાડ નગર પરિષદમાં કોંગ્રેસે એકતરફી પ્રદર્શન કરીને ભાજપના બોર્ડને ઉથલાવી દીધું છે અને સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે.
ઝાલાવાડ નગર પરિષદમાં કોંગ્રેસનું સ્પષ્ટ બહુમત
ઝાલાવાડ નગર પરિષદના કુલ 45 વોર્ડ માટે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે 29 બેઠકો જીતીને બહુમતી માટે જરૂરી 23ના જાદુઈ આંકડાને સરળતાથી પાર કરી લીધો છે. હવે અહીં નગર પરિષદના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર કોંગ્રેસના ઉમેદવારની પસંદગી નિશ્ચિત બની ગઈ છે.
-
કોંગ્રેસ: 29 વોર્ડમાં શાનદાર વિજય
-
ભાજપ: માત્ર 13 વોર્ડમાં સમેટાઈ ગયું
-
અપક્ષ: 2 બેઠકો પર વિજય
-
આમ આદમી પાર્ટી (AAP): 1 બેઠક પર વિજય
વસુંધરા રાજે અને દુષ્યંત સિંહના ગઢમાં ગાબડું
-
આ વિસ્તાર ઝાલાવાડ-બારા લોકસભા સીટ હેઠળ આવે છે, જ્યાંથી દુષ્યંત સિંહ સતત સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે.
-
આ અગાઉ ખુદ વસુંધરા રાજે પણ આ લોકસભા બેઠક પરથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે.
-
સ્થાનિક રાજકીય વર્તુળો મુજબ, ઉમેદવારોની પસંદગીમાં આંતરિક અસંતોષ અને જૂથબંધી ભાજપના આ નબળા પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ મનાઈ રહ્યું છે.
સમગ્ર જિલ્લાની 8 પાલિકાઓનું ગણિત: 4માં કોંગ્રેસ, 3માં ભાજપ
|
નિકાયનું નામ
|
કોંગ્રેસ
|
ભાજપ
|
અન્ય / અપક્ષ
|
બહુમતી / સ્થિતિ
|
|
ઝાલાવાડ નગર પરિષદ
|
૨૯
|
૧૩
|
૦૩ (૨ અપક્ષ, ૧ આપ)
|
કોંગ્રેસ સ્પષ્ટ બહુમત
|
|
ભવાની મંડી
|
૨૬
|
૧૩
|
૦૧ (અપક્ષ)
|
કોંગ્રેસ બોર્ડ બનશે
|
|
ખાનપુર પાલિકા
|
૧૮
|
૦૭
|
૦૦
|
કોંગ્રેસ બહુમત
|
|
ડગ પાલિકા
|
૧૪
|
૦૬
|
૦૦
|
કોંગ્રેસ બહુમત
|
|
ઝાલરાપાટન (વસુંધરા રાજેની બેઠક)
|
૦૮
|
૨૨
|
૦૫ (આપ)
|
ભાજપ બોર્ડ બનશે
|
|
અકલેરા પાલિકા
|
૦૮
|
૨૫
|
૦૨ (અપક્ષ)
|
ભાજપ બોર્ડ બનશે
|
|
મનોહરથાના
|
૦૬
|
૧૧
|
૦૩ (અપક્ષ)
|
ભાજપ બોર્ડ બનશે (કુલ ૨૦ બેઠકો)
|
|
પિડાવા પાલિકા
|
૦૮
|
૦૬
|
૦૬ (૫ આપ, ૧ અપક્ષ)
|
ત્રિશંકુ; આપ (AAP) કિંગમેકર
|
વસુંધરા રાજેના પોતાના વિધાનસભા ક્ષેત્ર ઝાલરાપાટનમાં ભાજપે 22 બેઠકો જીતીને પોતાની શાખ બચાવી રાખી છે, જ્યારે અકલેરા અને મનોહરથાનામાં પણ ભાજપનું બોર્ડ બનવા જઈ રહ્યું છે. બીજી તરફ પિડાવા નગરપાલિકામાં કોઈપણ પક્ષને સ્પષ્ટ જનાદેશ મળ્યો નથી, જ્યાં આમ આદમી પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ છે.

