VIDEO: મહુધા મારામારી કેસ: મુખ્ય સૂત્રધાર રાજસ્થાનથી ઝડપાયો, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રીકન્સ્ટ્રક્શન
સોર્સ : gstv
ખેડાની મહુધા પોલીસ ચોકી સામે પટેલ યુવક પર લાકડાના દંડાથી હુમલો કરવાના ચકચારી કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર મહંમદ ઓવેશ ખાલિદ હુસૈન શેખને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપી ફરાર હતો….ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે ગુજરાત બહારથી પકડાયેલા આ આરોપીને પોલીસે ઘટનાસ્થળે લાવીને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું…. વહીવટીતંત્ર દ્વારા આ મામલે અન્ય સંડોવાયેલા શખ્સો અને મારામારીના અસલી કારણો શોધવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

