VIDEO: મહુધાના અલીણામાં દૂષિત પાણીની સમસ્યા, મહિલાઓનો હોબાળો
સોર્સ : gstv
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામે દૂષિત પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કસાઈવાડા, પથ્થર ટોલા અને કાજીવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં મહિલાઓ અલીણા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી અને સરપંચ તથા તલાટીની હાજરીમાં ઉગ્ર હોબાળો કર્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો કે દૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. સ્થાનિકોએ તાત્કાલિક સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

