Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Kheda / Serious allegations of corruption in development projects in Meenawala village of Mahudha

VIDEO: ખેડા / મહુધાના મીનાવાળા ગામમાં વિકાસ યોજનાઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાળા ગામમાં વિકાસ યોજનાઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. GSTVના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં RCC રોડ માત્ર છ મહિનામાં તૂટી જવાના, એપ્રોચ રોડ ગાયબ હોવાના અને હલકી ગુણવત્તાના કામોના ખુલાસા થયા છે. ‘નલ સે જલ’ યોજના છતાં ગ્રામજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આવાસ યોજનામાં ગરીબો પાસેથી લાંચ માંગવાના અને સાચા લાભાર્થીઓના આવાસ રદ કરવાના આક્ષેપ છે. મનરેગામાં પણ ગેરરીતિઓની ફરિયાદો ઉઠી છે. ગ્રામજનોના કહેવા મુજબ મહિલા સરપંચ માત્ર નામ પૂરતી છે અને પંચાયતનો વહીવટ તેમના દિયર સંભાળી રહ્યા છે.

App Store