Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Congress protests fiercely at the Collector's office over the Sankheda liquor case in Vadodara

VIDEO: વડોદરામાં સંખેડા દારૂ કેસ મામલે કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાના દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સંખેડા દારૂ કેસમાં ફસાયેલા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર ખોટો કેસ કરાયો હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા દોડી ગઈ હતી.

App Store

કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કેસમાં પક્ષપાતી વલણ અપનાવાઈ રહ્યું છે. કેસના મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે, જ્યારે રાજકીય દબાણ હેઠળ આશિષ જોશીને હજુ સુધી જામીન મળ્યા નથી અને તેઓ કસ્ટડીમાં છે. જૂના કેસોની કલમો લગાડીને કિન્નાખોરી પૂર્વક થઈ રહેલી આ હેરાનગતિ સામે કોંગ્રેસે ન્યાયની માંગ કરી છે.