Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Crores of unaccounted cash seized from a car during checking near Dhanpur Chowkdi in Limkheda

VIDEO: લીમખેડામાં ધાનપુર ચોકડી પાસે ચેકિંગ દરમિયાન કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં ધાનપુર ચોકડી પાસે પોલીસે કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ રકમ ઝડપી પાડી છે. રૂટીન વાહન ચેકિંગ દરમિયાન અર્ટિગા કારમાંથી ત્રણ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. પંચોની હાજરીમાં તપાસ કરતા કુલ રૂ.2 કરોડ 56 લાખ 80 હજાર 500ની ભારતીય ચલણી નોટો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ રકમ દાહોદની એક આંગડિયા પેઢીમાંથી વડોદરા લઈ જવાતી હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક રાજુભાઈ નીનામા કોઈ કાયદેસર દસ્તાવેજ રજૂ ન કરી શકતા પોલીસે સમગ્ર રકમ સીઝ કરી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે.

App Store