VIDEO :'વોટ કેમ ન આપ્યો?' કહીને AAP ઉમેદવારે ઘરમાં ઘૂસી કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ, દાહોદ પોલીસે કરી અટકાયત
સોર્સ : gstv
દાહોદ જિલ્લામાં નઢેલાવ જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ નારુભાઈ ભાભોર દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, શૈલેષ ભાભોર નઢેલાવ ખાતે રહેતા મેમર ધારજીભાઈ ભાભોરના ઘરે પહોંચ્યા હતા અને વોટ ન આપવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગાળો બોલી મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે. આ દરમિયાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે. ઘટના સમયે પરિવારના અન્ય સભ્યો આવી જતા શૈલેષ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

