VIDEO: દાહોદ પાલિકા પ્રમુખ પદની ચૂંટણીની તારીખ જાહેર, પ્રથમ ટર્મ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત
સોર્સ : gstv
દાહોદ નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 19 મેના રોજ સવારે 11 કલાકે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રથમ ટર્મ માટે પ્રમુખ પદ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત રાખવામાં આવ્યું છે.
નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે. કુલ 36 બેઠકો ધરાવતી નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ પાસે 20, કોંગ્રેસ પાસે 14 અને અપક્ષ પાસે 2 બેઠકોનું સંખ્યાબળ છે. ચૂંટણીને પગલે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને શહેરમાં ચર્ચાઓ તેજ બની છે.

