VIDEO: દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, માસૂમ બાળકના શરીર પર ડામ આપ્યા
સોર્સ : gstv
દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના બામન સેમતલિયા ગામના બે મહિનાના બાળકને શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થતા માતા-પિતા તેને દાહોદના જાલત ગામે ભુવા જયેશભાઈ સોલંકી પાસે લઈ આવ્યા હતા. આરોપ છે કે ભુવાએ દીવો સળગાવી પાતળી સોય ગરમ કરી માસૂમ બાળકના શરીર પર ચાર જગ્યાએ ડામ આપ્યા હતા. ઘટનાની જાણ ઝાબુઆ પોલીસને થતાં પરિવારનું નિવેદન લઈ કતવારા પોલીસને માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કતવારા પોલીસે ભુવા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

