Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Dahod / Private bus accident on Ahmedabad-Indore highway

VIDEO: દાહોદ / અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ખાનગી બસ પલ્ટી, 13 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદ જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર હાઈવે પર પ્રતાપપુરા પાસે તુલસી હોટલ નજીક ખાનગી બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. ઉજ્જૈનથી સુરત તરફ જઈ રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ પર પલ્ટી મારી હતી. અકસ્માતમાં 13થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઘાયલો રોજગારી માટે ઉજ્જૈનથી ભરૂચ જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે...

App Store