VIDEO: દાહોદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
સોર્સ : gstv
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભર ઉનાળે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો... • દાહોદ શહેર સહિત ઝાલોદ, લીમડી, મીરાખેડી, વરોડ અને ડુંગરી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.... હાલ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અચાનક આવેલા વરસાદને કારણે લગ્નવાળા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખુલ્લા મેદાનમાં આયોજિત પ્રસંગોમાં પાણી ફરી વળતા ભારે દોડધામ મચી ગઈ હતી.

