VIDEO: મહુધાના ફિણાવ ગામમાં ચૂંટણી પહેલા જન પ્રતિનિધિઓ સામે રોષ, 'રોડ નથી તો વોટ નથી'ના લાગ્યા બેનરો
સોર્સ : GSTV
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ફિણાવ ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જન પ્રતિનિધિઓ સામે રોષ જોવા મળ્યો છે. છેલ્લા 15 વર્ષથી રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓથી વંચિત ગ્રામજનોએ "રોડ નથી તો વોટ નથી"ના પોસ્ટરો સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે.
ગામની મહિલાઓ રણચંડી બની રસ્તા પર ઉતરી છે, જ્યારે લઘુમતી-ખ્રિસ્તી સમાજના 200 મતદારોએ પોતાની ઉપેક્ષા થતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 7 ટર્મથી કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા બેઠક પર ભાજપના નેતાઓ પણ વચનો પાળવામાં નિષ્ફળ રહેતા હોવાનો આક્ષેપ છે. આથી બંને પક્ષો સામે રોષે ભરાયેલી જનતાએ હવે નેતાઓને ગામમાં પ્રવેશબંધી ફરમાવી છે.

