VIDEO: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં દરોડા
સોર્સ : gstv
કુલગામ સહિત જમ્મુ-કાશ્મીરના અનેક સ્થળો પર કાઉન્ટર ઇન્ટેલિજન્સ કશ્મીર દ્વારા આતંકવાદ સાથે જોડાયેલા કેસમાં સઘન દરોડા પાડવામાં આવ્યા હતા . શંકાસ્પદ ગતિવિધિઓ અને આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . તપાસ એજન્સી દ્વારા વિવિધ સ્થળોની તલાશી લઈને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ દરોડાથી સ્થાનિક સ્તરે આતંકી સંગઠનોના સમર્થકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો .તપાસ એજન્સી આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને સંડોવાયેલા શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી

