Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rahul Gandhi sat on dharna outside the police station in Delhi, demanded an FIR

VIDEO: દિલ્હીમાં પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેઠા રાહુલ ગાંધી, FIRની કરવામાં આવી માંગ

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના સંસદ માર્ગ પોલીસ મથકે આવેલી DCP ઑફિસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા હતા. જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પેલેટ ગનના કથિત ઉપયોગ અંગે પોલીસ તપાસ કેટલે પહોંચી છે અને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે, તેની વિગતો મેળવવી એ તેમનો મુખ્ય હેતુ હતો. આ દરમિયાન રાહુલ ગાંધી પેલેટ ગનથી પીડિત સાહિલ લોહબચને પણ પોતાની સાથે લાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ એફઆઈઆર પણ નોંધવામાં આવી નથી તેઓ પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેઠા છે.

App Store

ડીસીપી ઑફિસે તપાસની વિગતો મેળવવાનો પ્રયાસ

રાહુલ ગાંધીએ પોલીસ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરીને તપાસ ક્યાં સુધી પહોંચી છે અને તેના શું પરિણામો આવ્યા છે તે જાણવા પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતા જ, જંતર-મંતર ખાતે CJPના આંદોલન સમયે થયેલા પેલેટ ગનના ઉપયોગનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે, પોલીસ પક્ષેથી હજુ સુધી તપાસના તારણો કે કોઈ નક્કર કાર્યવાહી અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, એ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે રાહુલ ગાંધી આ બાબતે ખૂબ ગંભીર છે અને સમગ્ર તપાસ કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News