VIDEO: દિલ્હીમાં ફિલ્મ સ્પેશિયલ 26 જેવો કિસ્સો: સીબીઆઈ અધિકારી બની ઉદ્યોગપતિના ઘરમાં દરોડાની કોશિશ નિષ્ફળ
સોર્સ : gstv
દિલ્હીના રોહિણી વિસ્તારમાં બોલિવૂડ ફિલ્મ સ્પેશિયલ 26 જેવી ઘટના સામે આવી છે, જ્યાં આઠથી દસ શખ્સોએ સીબીઆઈ અધિકારીઓનો વેશ ધારણ કરીને એક ઉદ્યોગપતિના ઘરે દરોડો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉદ્યોગપતિની પત્નીએ દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો અને પડોશીઓએ સર્ચ વોરંટની માંગણી કરતાં નકલી અધિકારીઓની પોલ ખુલી ગઈ હતી. વોરંટ કારમાં હોવાનું બહાનું ધરીને આ જૂથ ત્યાંથી ફરાર થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના ઘર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે દિલ્હી પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે.

