VIDEO: દિલ્હીમાં અશોક ગેહલોતના ભાજપ સરકાર અને ગૃહમંત્રીના નિવેદનો પર આકરા પ્રહારો
સોર્સ : gstv
દિલ્હી ખાતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના જ્યેષ્ઠ નેતા અશોક ગેહલોતે ગૃહમંત્રીના નિવેદનો તેમજ નિતિન નબીનના નિવેદન સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા પ્રહારોને સંપૂર્ણ સમર્થન આપતા જણાવ્યું હતું કે દેશમાં લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ સામે પડકારો ઊભા થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર પોતાના રાજકીય ફાયદા માટે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ સાથે જ તેમણે દેશની આર્થિક અને સામાજિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી ભાજપ પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.

