VIDEO: યુપીઆઈ વ્યવહારો પર એમડીઆર ચાર્જ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર, યુપીઆઈ ટેક્સ પાછો ખેંચવાની માંગ
સોર્સ : gstv
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ UPI વ્યવહારો પર લાગુ થતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વડાપ્રધાન મોદી પાસે આ UPI ટેક્સ તુરંત પાછો ખેંચવાની માંગ કરી છે….રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જારી કરીને જણાવ્યું હતું કે સરકારે ચૂપચાપ 2,000 રૂપિયાથી વધુના વેપારી UPI વ્યવહારો પર MDR વસૂલવાનો માર્ગ મોકળો કર્યો છે. દુકાનદારો પર લાદવામાં આવતી આ ફી આખરે ચીજવસ્તુઓની કિંમતો વધારીને સામાન્ય ગ્રાહકો પાસેથી જ વસૂલાશે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ આ આર્થિક બોજ સામે સવાલો ઉઠાવ્યા છે.

