Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Raghav Chadha, who left AAP and joined BJP, met President Draupadi Murmu

VIDEO: AAP છોડી ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત, પંજાબ સરકાર સામે કર્યા આ આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી પંજાબ સરકાર દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરી તેમને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિને મળીને રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, આપ બદલાની રાજનીતિ કરી રહી છે અને પક્ષ છોડનારાઓ સામે ઝેરીલું વલણ અપનાવી રહી છે. તે

App Store

મણે પક્ષની સરખામણી કડવાશથી ભરેલા પૂર્વ પ્રેમી સાથે કરતા કહ્યું કે, જેઓ ક્યારેક બદલાની રાજનીતિનો વિરોધ કરતા હતા, તેઓ જ આજે તેનું સૌથી ખરાબ સ્વરૂપ બતાવી રહ્યા છે. ચઢ્ઢાએ દાવો કર્યો કે જ્યારે તેઓ પક્ષમાં હતા ત્યારે સંસ્કારી હતા અને હવે અચાનક ભ્રષ્ટાચારી બનાવી દેવાયા છે. તેમણે પંજાબ સરકારને પરોક્ષ ચેતવણી આપતા કહ્યું કે ભાજપની ૨૧ રાજ્યોમાં સરકાર છે, જો તેઓ પણ આવું શરૂ કરશે તો આપનું શું થશે? રાષ્ટ્રપતિના આશ્વાસનથી તેમને બંધારણીય અધિકારોની સુરક્ષા માટે બળ મળ્યું છે.