VIDEO: પુતિને રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમનો અર્પણ કર્યા, રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામી

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસીય ભારત પ્રવાસ દરમિયાન આજે સવારે રાજઘાટ પહોંચી ચુક્યા છે. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.પુતિન આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં બંને દેશોના મહાનુભાવોનો પરિચય કરાવ્યો.
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી આપવામાં આવી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આગમન પર, પુતિનને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઑફ ઑનર બાદ રાજઘાટ માટે રવાના થયા પુતિન
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઑફ ઑનર પ્રાપ્ત કર્યા બાદ રાજઘાટ માટે રવાના થયા હતા. અહીં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને ધન્યતા અનુભવી હતી. પુતિને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પુતિનની સાથે 7 મંત્રીઓનું મોટું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ ગેસ્ટ બુક પર સાઇન કરી.

