VIDEO : લખનૌમાં વિરોધ પ્રદર્શન ઇકો ગાર્ડન છાવણીમાં ફેરવાયું
ઉત્તર પ્રદેશના લખનૌમાં CJP ના સ્થાપક અભિજીત દીપકે દ્વારા જાહેર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને પગલે તંત્ર સંપૂર

ઉત્તર પ્રદેશના લખનૌમાં CJP ના સ્થાપક અભિજીત દીપકે દ્વારા જાહેર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શનમાં આવી ગયું છે. પ્રદર્શન પૂર્વે જ અગમચેતીના ભાગરૂપે લખનૌના પ્રખ્યાત ઇકો ગાર્ડનને ચુસ્ત સુરક્ષા ઝોનમાં ફેરવી દેવામાં આવ્યું છે. અવાંછનીય ઘટનાઓ રોકવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ગાર્ડનની આસપાસ અને અંદર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. પોલીસે સમગ્ર વિસ્તારને બેરિકેડ્સ લગાવીને સીલ કરી દીધો છે. સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ મોટો હોબાળો ન થાય અને શાંતિ જળવાઈ રહે.


