VIDEO: કોલકાતાની SRFTI સંસ્થાનમાં વિરોધ પ્રદર્શન: હિન્દુ જાગરણ મંચ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં હિન્દુ જાગરણ મંચ અને સંસ્થાનના સભ્યો વચ્ચે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ પરિસરનો દરવાજો તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા ભારે તણાવ સર્જાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે... આ વિરોધ અંગે વાત કરતા હિન્દુ જાગરણ મંચના સભ્ય દીપશુભ્ર દાસે આક્ષેપ કર્યો હતો કે ડાબેરી સંગઠનો દ્વારા સ્વામી વિવેકાનંદના બેનર અને તસવીરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે સનાતન ધર્મ અને મહાનુભાવોનું અપમાન છે. તેમણે જણાવ્યું હતું કે આવા અપમાનને સાંખી નહીં લેવાય અને સનાતન ધર્મના અનુયાયીઓએ આ પવિત્ર ભૂમિ પર વિરોધ નોંધાવવા તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે એકઠા થવું પડ્યું છે.

