VIDEO: બાલોદમાં એસિડ એટેકના આરોપીઓનું સરઘસ
સોર્સ : gstv
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં ૨૨ વર્ષીય વિદ્યાર્થીની પર એસિડ હુમલો કરનારા બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડીને કડક કાર્યવાહી હાથ ધરી છે. એકતરફી પ્રેમમાં નિષ્ફળ જતાં મુખ્ય આરોપીએ પોતાના મિત્ર સાથે મળીને આ ગોઝારા કાંડનું આયોજન કર્યું હતું. ઘટનાના માત્ર થોડા જ કલાકોમાં બાલોદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. તપાસ પ્રક્રિયા અને ગુનાનું પુનઃનિર્માણ કરવાના ભાગરૂપે પોલીસે બંને આરોપીઓને હાથકડી પહેરાવીને પોલીસ સ્ટેશનથી ઘટનાસ્થળ સુધી પગપાળા સરઘસ કાઢ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે.

