VIDEO : વારાણસીના વ્યસ્ત બજારમાં દબાણો હટાવાયા, ટ્રાફિક સુધારવા મોટું અભિયાન
સોર્સ : GSTV
વારાણસીના દાલમંડી માર્કેટમાં વહીવટીતંત્ર દ્વારા રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ અંતર્ગત તોડફોડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વર્ષોથી સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિકની સમસ્યાથી પરેશાન સ્થાનિકોને રાહત આપવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અભિયાન દરમિયાન રસ્તાની બંને બાજુએ દબાણ કરીને બનાવાયેલા બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને સ્થાનિક અધિકારીઓનો મોટો કાફલો હાજર રહ્યો હતો, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને. શરૂઆતમાં કેટલાક વેપારીઓએ વિરોધ કર્યો હતો, પરંતુ વહીવટીતંત્રે પ્રોજેક્ટની ઉપયોગિતા સમજાવતા સ્થિતિ શાંત રહી હતી. આ કામગીરી પૂર્ણ થવાથી વારાણસીના આ વ્યસ્ત બજારમાં અવરજવર સરળ બનશે તેવી આશા છે.

