Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Political career of Devendra Fadnavis who is going to become the CM of Maharashtra

દેવેન્દ્ર ફડણવીસની રાજકીય કરિયર, કોર્પોરેટરથી મુખ્યમંત્રી બનવા સુધીની સફર

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2024
લાઇવ ટીવીGoogle News
દેવેન્દ્ર ફડણવીસની રાજકીય કરિયર, કોર્પોરેટરથી મુખ્યમંત્રી બનવા સુધીની સફર

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહાયુતિની બુધવારે મળેલી બેઠકમાં મોહર લાગી છે. ફડણવીસને ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. મહાયુતિની બેઠકમાં એકનાથ શિંદે અને અજિત પવારને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનાવવા પર સહમતિ બની છે.  5 ડિસેમ્બરે મુંબઇના આઝાદ મેદાનમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે.

App Store

30 વર્ષ કરતા વધુ સમયથી ફડણવીસ રાજકારણમાં સક્રિય

દેવેન્દ્ર ફડણવીસ 30 વર્ષ કરતા વધુ વર્ષથી રાજકારણમાં સક્રિય છે. ફડણવીસના પિતા ગંગાધર ફડણવીસ ભાજના મુખ્ય નેતા હતા. તે કેટલાક વર્ષ સુધી વિધાન પરિષદના સભ્ય રહ્યાં, તેમના નિધન સમયે ફડણવીસની ઉંમર 17 વર્ષ હતી. પિતાના નિધન બાદ ખાલી થયેલી વિધાન પરિષદ બેઠક પર નીતિન ગડકરી ચૂંટાયા હતા.પ્રથમ ગઠબંધન સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રહેલા શોભાતાઇ ફડણવીસ, દેવેન્દ્ર ફડણવીસના કાકી છે.

દેવેન્દ્ર ફડણવીસ પોતાના વિદ્યાર્થી જીવન દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા પરંતુ જલદી તે ગડકરીના નેતૃત્ત્વમાં રાજકારણમાં સક્રિય થઇ ગયા. 1992માં તે પ્રથમ વખત 22 વર્ષની ઉંમરમાં નાગપુર મહાનગરપાલિકામાં કોર્પોરેટર બન્યા હતા.

અહીંથી જ તેમના રાજકીય કરિયરની શરૂઆત થઇ હતી. 1992માં તે કોર્પોરેટર ચૂંટાયા હતા.  ફડણવીસ જલદી નાગપુરના મેયર પણ બની ગયા. 1999માં શિવસેના-ભાજપ ગઠબંધને હારનો સામનો કરવો પડ્યો ત્યારે ફડણવીસ પ્રથમ વખત વિધાનસભા પહોંચ્યા હતા.જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં પોતાની રાજકીય કરિયર શરૂ કરી હતી ત્યારે નીતિન ગડકરી નાગપુર અને વિદર્ભમાં ભાજપના દિગ્ગજ નેતા હતા. ફડણવીસે રાજનીતિમાં ગડકરીની આંગળી પકડીને ચાલવાનું શરૂ કર્યું હતું. બાદમાં ભાજપમાં બદલાતા સમીકરણમાં ફડણવીસે ગડકરીનો સાથ છોડીને ગોપીનાથ મુંડેનો હાથ પકડી લીધો હતો. આ ગ્રુપ સાથે રહીને ફડણવીસ 2013માં ભાજપના પ્રદેશ અધ્યક્ષનું પદ મેળવવામાં સફળ રહ્યાં હતા.

ફડણવીસ RSSના વફાદાર

નાગપુરના દેવેન્દ્ર ફડણવીસને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વફાદાર માનવામાં આવે છે. આ તેમના માટે સારો પક્ષ સાબિત થયો. બીજી વાત આ છે કે 2014ની લોકસભા ચૂંટણી પછી ભાજપનું નેતૃત્ત્વ મોદી-શાહના હાથમાં હતું. સાથે તે રાજ્યમાં જ્યાં ભાજપ ચૂંટણી જીતી રહી હતી ત્યા ભાજપ અલગ રીતે ચહેરો પસંદ કરી રહી હતી.હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર ગેર જાટ, ઝારખંડમાં રઘુબર દાસ ગેર-આદિવાસી અને દેવેન્દ્ર ફડણવીસ જે ગેર-મરાઠા તેમને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું પદ મળ્યું.

2019 પછી ફડણવીસના રાજકારણમાં આવ્યો બદલાવ

નવેમ્બર, 2019માં જ્યારે ભાજપ અને મહારાષ્ટ્રની રાજનીતિ દેવેન્દ્ર ફડણવીસની આસપાસ કેન્દ્રિત હતી ત્યારે એક રાજકીય વળાંક આવ્યો હતો. ફડણવીસ મહારાષ્ટ્રની રાજનીતિમાં એવા બદલાવ લાવ્યા જે પાંચ વર્ષ પછી પણ ચર્ચાનો વિષય છે. ભાજપ અને શિવસેનાએ મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ મુખ્યમંત્રી પદના મુદ્દા પર સહમતિ બની નહતી. તે બાદ શિવસેનાએ ભાજપ સાથે સરકાર બનાવવાનો ઇનકાર કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર અને કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ અઘાડીની રચના કરી જે મહારાષ્ટ્રમાં પહેલા ક્યારેય થયું નહતું. 105 ધારાસભ્ય અને ગઠબંધનના સ્પષ્ટ બહુમત બાદ પણ આ લગભગ નક્કી હતું કે ભાજપ સત્તાની બહાર રહેશે.

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નેતા ચૂંટાયા

આ સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસે જે પહેલા સતત પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યાં હતા, અચાનક 23 નવેમ્બર 2019ની સવારે મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા હતા, તેમની સાથે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સરકાર માત્ર 80 કલાક ચાલી હતી જે બાદ ફડણવીસ અને ભાજપ પર સત્તા માટે કોઇ પણ હદ સુધી જવાની ટીકા થઇ હતી. તે બાદ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા અને ફડણવીસ વિપક્ષના નેતા.

આ પણ વાંચો: 'માત્ર 6 મહિના માટે મુખ્યમંત્રી બનાવી દો', જ્યારે એકનાથ શિંદેએ ભાજપ સામે મુક્યો પ્રસ્તાવ

જૂન 2022માં વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં બળવો થયો. એકનાથ શિંદે અને 40 ધારાસભ્ય પાર્ટી છોડીને જતા રહ્યાં. તેમના આ પગલાથી ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઇ. જ્યારે આ સ્પષ્ટ થયું કે શિદે અને ભાજપ મળીને સરકાર બનાવશે ત્યારે માનવામાં આવ્યું કે ફડણવીસ મુખ્યમંત્રી બનશે પરંતુ ફડણવીસે ખુદ જાહેરાત કરી કે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે.મોદી અને અમિત શાહના કહેવા પર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.