Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Devendra Fadnavis will become the Chief Minister of Maharashtra

દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નેતા ચૂંટાયા

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2024
લાઇવ ટીવીGoogle News
દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નેતા ચૂંટાયા

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને નેતા ચૂંટવામાં આવ્યા છે. 5 ડિસેમ્બરે મુંબઇના આઝાદ મેદાનમાં ફડણવીસ મુખ્યમંત્રીના શપથ લેશે.મહાયુતિની બેઠકમાં એકનાથ શિંદે અને અજિત પવારને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનાવવા પર સહમતિ બની છે.

App Store

મુંબઇમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામને લઇને સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલે પ્રસ્તાવ રાખ્યો હતો અને આશીષ શેલાર અને રવીન્દ્ર ચવ્હાણે આ પ્રસ્તાવનું અનુમોદન કર્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસ ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા હતા.

આવતીકાલે લેશે શપથ 

સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ હતું. હવે બેઠકમાં ફડણવીસના નામને મંજૂરી મળી ગઈ છે. ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યારપછી આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે. 

મુંબઇમાં ફડણવીસના લાગ્યા પોસ્ટર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ બનશે તેવા પોસ્ટર મુંબઇમાં અનેક જગ્યાએ લાગેલા જોવા મળ્યા હતા. ધારાસભ્ય રાહુલ નાર્વેકરે આ પોસ્ટર તાજ પ્રેસિડેન્ટ હોટલની બહાર લગાવ્યા હતા.

મહારાષ્ટ્ર સરકારમાં સંભવિત મંત્રી મંડળ

ભાજપ-21
શિવસેના-12
NCP- 10

ભાજપ મુખ્યમંત્રી પદ,ગૃહમંત્રાલય અને સ્પીકર પણ રાખશે.

શિવસેના: નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ, વિધાન પરિષદના અધ્યક્ષ, મહેસૂલ

NCP: ડેપ્યુટી મુખ્યમંત્રી, નાણા મંત્રાલય, ડેપ્યુટી સ્પીકર