'માત્ર 6 મહિના માટે મુખ્યમંત્રી બનાવી દો', જ્યારે એકનાથ શિંદેએ ભાજપ સામે મુક્યો પ્રસ્તાવ

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. 5 ડિસેમ્બરે મુંબઇના આઝાદ મેદાનમાં નવા મુખ્યમંત્રી શપથગ્રહણ કરશે. મુખ્યમંત્રી કોણ બનશે? તેના પર હજુ નિર્ણય થયો નથી. આ સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી ભાજપનો જ બનશે. મહારાષ્ટ્રમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળવાની છે.
કેન્દ્રીય સુપરવાઇઝર સામે તમામ ધારાસભ્ય પોતાનો નેતા પસંદ કરશે. આ નેતા મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનશે. આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારંભની તૈયારીઓ ચાલી રહી છે.આ વચ્ચે એક નવી જાણકારી સામે આવી છે. શિવસેના નેતા એકનાથ શિંદેએ ભાજપને છ મહિના માટે મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. જોકે, ભાજપે તેમની માંગને ફગાવી દીધી છે.
અમિત શાહને મળ્યા હતા શિદે
28 નવેમ્બરે એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના નેતૃત્ત્વ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં તેમની સાથે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, NCPના પ્રમુખ અજિત પવાર, NCP નેતા પ્રફુલ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે પણ હાજર હતા.
ભાજપના નેતા અનુસાર, ભાજપ નેતૃત્ત્વ સામે એકનાથ શિંદેએ છ મહિના માટે મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો, તેમને કહ્યું હતું કે જો પુરો કાર્યકાળ મુખ્યમંત્રી પદ આપવું શક્ય નથી તો શરૂઆતના છ મહિના સુધી આ પદ આપવામાં આવે.
ભાજપે કહ્યું- ખોટો દાખલો બેસશે
ભાજપ નેતૃત્ત્વએ વાતચીત દરમિયાન જ શિંદેનો આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ભાજપે કહ્યું કે તેનાથી ખોટો દાખલો બેસશે. આ ખોટો નિર્ણય હશે અને તેની તંત્ર પર પણ ઉંધી અસર પડશે. ભાજપના નેતૃત્ત્વએ કહ્યું કે છ મહિના માટે મુખ્યમંત્રી નિયુક્ત કરવાની કોઇ વ્યવસ્થા નથી.
ભાજપનો જવાબ સાંભળી ચોંકી ગયા શિંદે
એક રિપોર્ટ અનુસાર, એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણી પહેલાના એક વાયદાને યાદ અપાવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે જો બહુમત મળે છે તો તે જ મુખ્યમંત્રી બનશે.ભાજપે કહ્યું કે પાર્ટીએ લગભગ બહુમત મેળવી લીધો છે, એવામાં મુખ્યમંત્રી પદ આપવું ખોટું છે.
એકનાથ શિંદેને કહેવામાં આવ્યું કે જો તે તમને ભાજપ અધ્યક્ષની જગ્યાએ મુકીએ તો. તે બાદ ભાજપ નેતૃત્ત્વએ કહ્યું કે જો તમને સ્પષ્ટ બહુમત મળ્યો હોત તો શું તમે મુખ્યમંત્રી પદ છોડી દેતા? ભાજપનો આ જવાબ સાંભળીને એકનાથ શિંદે ચોંકી ગયા હતા.
ભાજપ નેતાએ એકનાથ શિંદેને બીજેપી અધ્યક્ષના સ્થાને પોતાને મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી બીજેપી નેતૃત્વએ કહ્યું કે જો તમને સ્પષ્ટ બહુમતી મળી હોત તો શું તમે સીએમ પદ છોડી દીધું હોત? ભાજપનો આ જવાબ સાંભળીને એકનાથ શિંદે એકદમ અવાક રહી ગયા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોની થશે તાજપોશી? ફડણવીસ અને શિંદેની ખાસ મુલાકાત
મુલાકાત બાદ પોતાના ગામ જતા રહ્યાં હતા શિંદે
મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હીમાં ભાજપના નેતૃત્ત્વ સાથે મુલાકાત બાદ એકનાથ શિંદે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પોતાના ગામમાં જતા રહ્યાં હતા. શિવેસના નેતાઓએ ત્યારે તેમના ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપ્યો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ શિંદે થાણે પહોંચ્યા હતા. થાણેની એક હોસ્પિટલમાં તપાસ બાદ એકનાથ શિંદે મંગળવારે મુંબઇ સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા. અહીં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમની અડધો કલાક મુલાકાત પણ થઇ હતી.

