Video: ગુપ્ત ખાનામાં 4 કરોડની રોકડ મળતા પોલીસ પણ ચોંકી ગઈ

છત્તીસગઢની દુર્ગ પોલીસની તપાસમાં એક પિકઅપની અંદર ચાર કરોડ રૂપિયા કેશ મળી આવ્યા છે. આ કેશને નાગપુર લઈ જવામાં આવી રહી હતી. પ્રાથમિક તપાસમાં કેશને સંબંધિત કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. જેથી હવાલાની રકમ હોવાની આશંકા છે. દુર્ગ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. રવિવારની રાત્રે તપાસ દરમિયાન દુર્ગ આ પિકઅપ વાન જપ્ત કરી. તેની અંદર એક ગુપ્ત ખાનુ બનાવવામાં આવ્યું હતું, જેમાં 4 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા હતા. આ રકમ રાયપુરથી નાગપુર જઈ રહી હતી. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકો સંતોષકારક જવાબ આપી શક્યા નથી.








