VIDEO: ભુવનેશ્વરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે નાઈટ પેટ્રોલિંગ અને ટ્રાફિક અમલીકરણની કાર્યવાહી તેજ કરી
સોર્સ : gstv
ભુવનેશ્વર માં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ માર્ગ સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસે આખા શહેરમાં નાઈટ પેટ્રોલિંગ અને ટ્રાફિક અમલીકરણની કાર્યવાહી તેજ કરી છે. શહેરમાં વધતા જતા ગુનાખોરીના ગ્રાફને રોકવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે પોલીસ કમિશનરના આદેશ અનુસાર વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન નશામાં ગાડી ચલાવતા ઓવર સ્પીડિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ સક્રિયતા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વો પર લગામ કસવાનો છે.

