VIDEO: ગુવાહાટીમાં CJPના સહ-સ્થાપક આશુતોષ રાંકા અને સભ્યોની વોલન્ટિયર મીટિંગ દરમિયાન પોલીસે કરી અટકાયત
સોર્સ : gstv
આસામના ગુવાહાટી ખાતે કોંકરોચ જનતા પાર્ટીની સહ-સ્થાપક આશુતોષ રાંકા અને અન્ય સભ્યોની સ્થાનિક પોલીસે અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, CJP દ્વારા આયોજિત એક વોલન્ટિયર બેઠક દરમિયાન પોલીસ કાફલેએ સ્થળ પર પહોંચીને આ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે વિરોધ પ્રવક્તાએ જણાવ્યું કે, વિરોધ પક્ષ આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરે છે અને લોકશાહી પ્રક્રિયાને રોકવા માટે પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે. તંત્ર અને સરકાર યુવાઓની વિચારધારાથી ડરી રહી હોવાનો આરોપ લગાવતા તેમણે ઉમેર્યું કે, CJP એક માત્ર સંસ્થા નથી પણ દેશના યુવાનોનો અવાજ અને વિચાર છે. ભ્રષ્ટ સિસ્ટમને સુધારવા આગળ આવી રહેલા યુવાનોને રોકવાના પ્રયાસો સામે લડવા માટે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.

