VIDEO: ગુવાહાટીમાં પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગની પ્રથમ પુણ્યતિથિ પર ભાવભીની યાદ
સોર્સ : gstv
અસમના ગુવાહાટી સહિત સમગ્ર દેશમાં પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ગત વર્ષે સંગીત જગતે પોતાના અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર આ મહાન કલાકારને ગુમાવ્યા હતા. તેમના ચાહકો, પરિવારજનો અને સંગીતપ્રેમીઓ એકઠા થઈને તેમના અમર ગીતો અને સંગીતક્ષેત્રે આપેલા અદ્ભુત યોગદાનને યાદ કરી રહ્યા છે. ગુવાહાટીમાં યોજાયેલા ખાસ કાર્યક્રમોમાં ઝુબીન ગર્ગના યાદગાર ગીતો રજૂ કરીને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા હતા. પોતાના સૂર અને આગવી શૈલી દ્વારા તેઓ ફેન્સના હૃદયમાં હંમેશાં જીવંત રહેશે.

