Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : In Guwahati, an outbreak of thunderstorms, torrential rains turned the city's roads into a lake!

VIDEO: ગુવાહાટીમાં મેઘરાજાનો પ્રકોપ, મુસળધાર વરસાદથી શહેરના માર્ગો બન્યા તળાવ!

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુવાહાટીમાં મેઘરાજાનો પ્રકોપ

App Store

મુસળધાર વરસાદથી શહેરના માર્ગો બન્યા તળાવ!

સ્માર્ટ સિટી ગુવાહાટી પાણીમાં ગરકાવ

આસામના ગુવાહાટીમાં અવિરત પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભયાનક જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. કલાકો સુધી વરસેલા મુસળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો અને વેપારી મથકો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અચાનક આવેલી આ આફતના કારણે ગુવાહાટીના સ્થાનિક રહાશોનું જનજીવન ભારે અસ્તવ્યસ્ત બની ગયું છે. શહેરના પ્રમુખ વિસ્તારો જેવા કે અનિલ નગર, નવીન નગર, જીએસ રોડ અને ચાંદમારીમાં માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. રસ્તાઓ પર અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત, લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક વેપારીઓ તેમજ રહીશોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ!

ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી!

શહેરની નબળી ડ્રેનેજ સિસ્ટમને કારણે પાણીના નિકાલમાં ભારે વિલંબ થઈ રહ્યો છે, જેનાથી સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાણી ભરાવાને કારણે શાળા-કોલેજો અને સરકારી કચેરીઓએ જતાં નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પંપ મૂકીને પાણી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં આસામના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ગુવાહાટી મહાનગરપાલિકા અને એસડીઆરએફની ટીમોને સતર્ક રાખવામાં આવી છે, જેથી કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળી શકાય.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News