Video: કાર્તિકઈ દીપમ દીપ પ્રગટાવવાના વિવાદ વચ્ચે ચેન્નઈમાં HRCE કચેરી બહાર પોલીસ બંદોબસ્ત

તમિલનાડુમાં કાર્તિકઈ દીપમ પર્વ દરમિયાન દીપ પ્રગટાવવાના વિવાદને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી . ચેન્નઈ સ્થિત હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ વિભાગની કચેરી બહાર સંભવિત વિરોધ કે તંગદિલીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરાયા હતા . સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ તમિલનાડુ સરકારના વિભાગે રિવ્યૂ પિટિશન દાખલ કરી હોવાથી મામલો સંવેદનશીલ બન્યો હતો .કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા અને મહત્વના સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધુ કડક કરાયો હતા . સમગ્ર ઘટનાક્રમ પર વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી હતી
જાહેરાત
















